માળીયા (મિં) ત્રણ રસ્તા પાસે છરી સાથે 3 ઈસમોનેં માળીયા (મિં) પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) ત્રણ રસ્તા પાસે આરોપી અભરામભાઈ સલીમભાઈ માણેક (રહે. કુલીનગર વાડી વિસ્તાર વિશીપરા. મોરબી), સાદિક સુભાનભાઈ સમાણી (રહે.ભાડ ફરીયામા માળીયા(મી)),યાસીનભાઈ ફૈઝુભાઈ કટીયા (રહે.લોધીવાસ. માળીયા (મી)) સંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાસી લેતાં ત્રણે આરોપી પાસેથી છરી મળી આવતા માળીયા (મી) પોલીસે પકડી પાડયા હતા. આરોપીઓ વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.