Saturday, April 19, 2025

માળીયા-કચ્છ નેશનલ હાઇવે ઉપર ટ્રકના ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતા મોત

Advertisement
Advertisement
Advertisement

માળીયા-કચ્છ નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે રાહદારી વૃદ્ધ મહિલાને હડફેટે લીધા હતા. જેથી ગંભીર ઇજા પહોંચી હોવાથી વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ માળીયા-કચ્છ નેશનલ હાઇવે પર વિશાલા હોટલની સામે ગત તા.12 ના રોજ ફાતમાબેન ઉમરભાઈ મોવર (ઉ.વ.60) રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે વેળાએ કન્ટેરચાલકે ટ્રક નં.GJ-12-BW-6364 પુરઝડપે અને બેફિકરાઈથી ગફલત ભરી રીતે ચલાવી રાહદારી ફાતમાબેન મોવરને હડફેટે લીધા હતા. જેથી ફાતમાબેનને પગમાં તથા માથામાં ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સલીમભાઇ મોવરએ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Total Website visit

1,502,068

TRENDING NOW