માળીયાના દેરાળા ગ્રામજનોના રાશન 150થી વધુ રાશન કાર્ડ ધારક પરિવારોને છેલ્લા ઘણા સમયથી રાશન મળતું ન હોવાની આમ આદમી પાર્ટીને જાણ થતાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ જશવંતભાઈ કગથરા મોરબી જિલ્લા સોસીયલ મીડિયા પ્રમુખ યોગેશ ભાઈ રંગપડીયા દ્વારા ગ્રામજનોને સાથે લઈ જરૂરતમંદ પરિવારોને રાશન અને વિધવા બહેનો મળતી સહાય બાબતે માળિયા મામલતદાર કચેરી ખાતે વિસ્તૃત રજુવાત કરી હતી. જેમાં તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ મળ્યો હતો. અને જરૂરતમંદ પરિવાર સુધી યોગ્ય સહાય પહોંચે તેવી બાહેંધરી આપી હતી.
