વેજલપર ડિંગલ કરી ખાખરેચી પાસે બાઇક ચાલકને ઈજા પહોચાડી ફરાર થયેલા ત્રણેય શખ્સોને માળીયા પોલીસે ગણતરીની કલાકોમાં ઉપાડી લીધા
માળીયામિંયાણાના વેજલપર ગામે ભરબપોરે રોડ પર દારૂ પી ડિંગલ કરી ખાખરેચી પાસે બાઈક ચાલકને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયેલા શખ્સોને માળીયા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી વિગત મુજબ માળીયા તાલુકાના વેજલપર ગામે ભરબપોરે દારૂ પી એક શખ્સ રોડ પર ડિંગલ કરતો હોય ત્યારબાદ બંને દારૂડીયા બાઈક પરથી ખાખરેચી તરફ રફુચક્કર થઈ ગયા હતા જોકે ગાડી હવે રતન પર જવાનીની જેમ નશાની હાલતમાં રોડ પર સર્પ આકાર બાઈક ચલાવતા જતા હોય ખાખરેચી પાસે બાઈક ચાલક સાથે અથડાયા બાદ ખાખરેચી ગામે આ ત્રણેય પીયાસીઓએ માથાકુટ કરી હતી જ્યા તેને થોડો મેથીપાક મળતા મુઠીયુ વાળી નાસી છુટ્યા હતા જેમા આજરોજ માળીયા પોલીસે કનુ કુંવરીયા જયેશ ઉર્ફે ભગો કુંવરીયા અને વનરાજ હુંબલને ગણતરીની કલાકોમાં ઝડપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે