માળિયા: સમ્રગ વિશ્વ પર કોરોના જેવી ગંભીર મહામારી ફાટી નીકળી હતી. જેમા ગુજરાત પણ બાકાત નથી રહ્યું અને સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીમાં ઓકસીજનની કમી વર્તાઈ હતી. જેના કારણે ઘણાએ સ્વજનો ગુમાવ્યા હતા.
ત્યારે ઓકસીજન આપતા અલગ અલગ પ્રકારના વૃક્ષોનુ વાવેતર કરવા વૃક્ષો આવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત આહીર સમાજ વૈચારિક ક્રાંતિ અને નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા વિનામૂલ્યે વૃક્ષો આપવામાં આવ્યા હતા. તે અંતગર્ત જાજાસર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા ભાવેશભાઈ બોરીચા હરદેવભાઇ કાનગડ કેશુભાઈ અને ચેતનભાઇ દ્વારા શાળાના દરેક વૃક્ષોને દત્તક લઇ અન્ય નવા વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ