માળીયા (મીં) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા મીયાણા તાલુકાની સીમમાં ગુલાબડી વિસ્તારમાં ભાવનાશાપીરની દરગાહ સામે બાવળની કાંટમા આરોપી અજમેરભાઈ જાકીરભાઈ આલમ (ઉ.વ.૨૮) રહે. નવાગામ છપ્પનીયા સોસાયટી ગ્રીન લેન્ડ ચોકડી પાસે રાજકોટ મૂળ રહે. બીહારવાળા પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક (હથીયાર) નંગ -૦૧ કિં રૂ. ૨૫૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.