માળીયા : માળીયાના હરિપર ગામ નઝીક ગઈકાલે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરચાલકે કારને હડફેટે લેતા કારમાં નુકશાન થયાની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ નજીકના ધોળકાના ખલકપુરા પાસે રહેતા ઝાકીરહુસેન ઇકબાલહુસેન મલેક (ઉ.વ ૫૪) એ આરોપી કન્ટેનર ટ્રેઇલર નંબર GJ-12- Z- 4946નો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તા.૯ ના રોજ માળીયાના હરીપર ગામની સીમ નજીક આરોપી કન્ટેનર ટ્રેઇલરનો ચાલકે પોતાના કબ્જા હવાલાવાળુ કન્ટેનર અલ્ટ્રો કાર નંબર GJ-38 BC-0210ની પાછળના ટાયર પાસે ભટકાડી નુકશાન કરી નાશી છૂટ્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધી આગળની તપાસ માળીયામ પોલીસે હાથ ધરી છે.