28 – 29/08/2024 ના રોજ,મોરબી જિલ્લા ના માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું કારણ બન્યું છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં ઘેરાયેલા છે. દાવતે ઈસ્લામી ઈન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા તરત જ રાહતના પગલાં લેવામાં આવ્યા છે.
જરૂરતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ માટે GNRF ની ટીમે માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં રહેઠાણ કરી રહેલા ફસાયેલા લોકોને ખોરાક પહોંચાડવાનું કાર્ય કર્યું.
આ કામગીરીમાં GNRFના વોલન્ટિયર્સનો મહત્વનો ફાળો રહ્યો છે, અને આ ટીમે આગળ પણ સતત આ પ્રકારની રાહત પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપવા માટે તત્પર રહેવાની જાહેરાત કરી છે. GNRF દ્વારા રાષ્ટ્રીય સ્તરે આવી વિકટ પરિસ્થિતિઓમાં સહાય આપવાનું કાર્ય સતત ચાલુ રહેશે.