માળિયા મિયાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ના તાબા હેઠળ ના આયુષ્માન આરોગ્ય મંદિર ખાખરેચી-2 માં હીટ વેવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી.
માળીયા મીયાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી હેઠળ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાખરેચી 2 ખાતે હીટ વેવ અંતર્ગત ORS વિતરણ તથા IEC પત્રિકા વિતરણ કરવામાં આવી.
મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા તાલુકા હેલ્થ ઓફિસ માળીયાના માર્ગદર્શન હેઠળ આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાખરેચી 2 ખાતે હીટ વેવ ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર ના વિસ્તારમાં આવતા લોકોને હિટ વેવ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા જેમાં હીટ વેવમાં શું કરવું અને શું ન કરવું એ માટે તથા હિટ સ્ટ્રોક લાગવાના લક્ષણો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા આ ઉપરાંત હીટ સ્ટ્રોક લાગે ત્યારે શું પગલાં લેવા તે માટે લોકોને માહિતી આપવામાં આવી તથા હિટવેવ ઘટાડવા માટે લોકોમાં વૃક્ષારોપણ કરવા માટે સલાહ સૂચન કરવામાં આવ્યા આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને હિસ્ટોક જણાય તો તેને ORS કઈ રીતે બનાવવું અને તેના ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યો તથા લોકોને ORSના પેકેટ વિતરણ કરવામાં આવ્યા.