માળીયા મિયાણા વાડા વિસ્તારમાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને માળિયા મિંયાણા પોલીસે ઝડપી પાડ્યા છે.
માળીયા મિયાણા પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમા તથા તેમની ટીમને મળેલ બાતમી આધારે માળિયા (મિં) વાડા વિસ્તારમાં રસુલભાઈ મહમદભાઈ કટીયાના મકાન પાસે આવેલ બાવળના ઝાડ નીચેથી જુગાર રમતા તાજમહમદભાઇ અયુબભાઇ જામ, હૈદરભાઇ ખીમાભાઇ માણેક, અબ્દુલભાઇ ગુલમહંમદભાઇ મોવર, મહેબુબભાઇ ઈલીયાસભાઇ કટીયા, હસનભાઈ અલુભાઈ કટીયા એમ પાંચેય આરોપીને ઝડપી લઈ રોકડા રૂપિયા કુલ રૂા.૧૨,૪૦૦ કબ્જે કરેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી – પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા પો.હેડ કોન્સ.અજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર તથા પો.કોન્સ સંજયભાઈ દીલીપભાઈ રાઠોડ તથા પો.કોન્સ જચપાલભાઈ જેસંગભાઈ લાવડીયા તથા પો.કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા કરેલ છે.