આનંદી સંસ્થા પ્રેરિત માળિયા મહિલા શક્તિ સંગઠનની એકલ,વિધવા અને ત્યકતા મહિલાઓ સ્વાવલંબી બને અને સમાજમાં માન સન્માન મળે તે હેતુથી ૧૭/૧૨/૨૦૨૪ ના રોજ સંવાદ કાર્યશાળા યોજવામાં આવી,જેમાં ૭૦ બહેનો સહભાગી થઇ.આ કાર્યશાળા ચર્ચા અને જૂથ પ્રક્રિયા કરાવાતા તેમના હક્ક-અધિકાર મળતા નથી જેથી તેમનું જીવન વધારે સંઘર્ષમય બને છે.તેમને નાના બાળકોને એકલા હાથે ઉછેરવા,છુટક મજુરી કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે.સમાજ પણ તેમને માંગલિક પ્રસંગોમાં રૂઢિચુસ્ત રિવાજો,માન્યતાઓને લીધે આગળ જોડતા નથી.ઘણા પ્રકારની રોક ટોક અને અન્ય સમસ્યાઓનો સામનો તેમને ડગલે ને પગલે કરવો પડે છે.નાગરિક તરીકેના હક્ક,જમીન માલિકીના હક્ક મેળવવા એકલા હાથે દોડવું અને સંઘર્ષ કરવો પડે છે.આ બધી સ્થિતિને ઉકેલવા અને તેમના હક્કો મેળવવા,જાળવવા નીચે મુજબની માંગો એકલ,વિધવા અને ત્યકતા મહિલાઓએ રજૂઆત કરી તેને સ્થાનિક તંત્ર સુધી તેમના અવાજને બુલંદ કરવા,પહોંચાડવા આવેદન સ્વરૂપે રજૂ કરવાનું નક્કી થયું.
વિધવા,એકલ અને ત્યકતા મહિલાની માંગ-
૧.અન્ન સુરક્ષા અને સલામતી સંદર્ભે અંત્યોદય અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ મળે.તેમાં પૂરતું,નિયમિત દર માસે અનાજ મળતું થાય.
૨.રહેઠાણ અધિકાર અંતર્ગત જે મહિલાઓને આવાસ માટે જમીન ઉપલબ્ધ નથી તેમને ૧૦૦ ચો.વાર પ્લોટ ફાળવણી અને તે પ્લોટ પર આવાસ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે.
3.જે મહિલાઓને ખેતીની જમીન તેમના પરિવારમાં છે તેમને જમીન વારસાઈમાં તેમનું નામ ખાતેદાર તરીકે ઉમેરવામાં આવે.
૪.જે મહિલાઓને વિધવા પેન્શન નથી મળતું તેમને પેન્શન મળે,એકલ મહિલાને પણ પેન્શનમાં સમાવેશ કરવામાં આવે.
૫.સમાજના માંગલિક પ્રસંગોમાં તેમને જોડવા અને રૂઢિચુસ્ત રીતરિવાજોનું બંધન તૂટે,તેમાં તેઓ સામેલ થાય અને માન સન્માન મળે.
૬.ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ હિંસાનો ભોગ બનેલ મહિલાને ભરણપોષણના કેસનો ત્વરિત નિર્ણય આવે તો પોતાનું જીવનનિર્વાહ કરી શકે.
૭.ગ્રામ્ય સ્તરે મનરેગા અંતર્ગત સામાજિક વનીકરણ કે અન્ય કામોમાં આવી મહિલાઓને રોજગારીમાં પ્રાધાન્યતા આપવામાં આવે.
આ સંવાદ કાર્યશાળામાં માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા જાહેર કર્યું કે આવી રીતે દર ત્રણ માસે નિયમિત મળતા રહેવું અને પોતાના હક્કો માટે લડતા રહેવું અને મેળવવા. તેવું નક્કી કર્યું,તેમાં સૌ મહિલાઓએ જિંદાબાદના નારા સાથે સહમતી દર્શાવી.
મહિલાઓ,યુવતીઓ અને કિશોરીઓ વિરુદ્ધ હિંસા સમાપ્ત કરવી ત્યારે જ સંભવ છે ,જયારે આપણે બધા સાથે મળી કાર્ય કરીએ.