મોરબી: આનંદી સંસ્થા અને માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા આજ રોજ માળીયા તાલુકામાં રાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિતે સ્થાનિક સંગઠન દ્વારા માળીયા મેન ચોરાથી મામલતદાર કચેરી મામલતદાર અને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપેલ હતું. જેમાં માળીયા તાલુકા અને શહેરી નગર પાલિકા વિસ્તાર અને વાંઢ વિસ્તારમાં વર્ષો જુના સડકતા પ્રશ્નો વિષે આવેદન પત્ર આપવામાં આવેલ હતું.

જેમાં માળીયા મેન બજારમાં ખુલી ગટરોના કારણે બીમારીનું પ્રમાણ વધે છે. જે ખુલી ગટરો બંધ કરવા, વંચિત સમુદાય ના કુટુંબોને BPL યાદીમાં સમાવેશ, નગર પાલિકાની વાંઢ વિસ્તારમાં વર્ષો સુધી આંગણવાડી નથી જ્યાં બાળકોના પોષણ અને શિક્ષણને ધ્યાનમાં રાખી મીની આંગણવાડીની માંગ, જ્યાં આંગણવાડી છે ત્યાં આંગણવાડી ના મકાનો નથી તેની માંગ, વાંઢ વિસ્તાર માં આ 21 સદીમાં લોકો હજુ પણ અંધકારમાં જીવે છે ત્યાં લાઈટ ની સુવિધાની માંગ, સસ્તા અનાજની દુકાનમાંથી પૂરતું, ચોખ્ખું, અને બિલ મળવાની માંગ, વિધવા, એકલ, વિકલાંગ વ્યક્તિને અંત્યોદય રાશન કાર્ડ ની માંગ, શાળાઓમાં છોકરા છોકરીયો માટે ટોયલેટ બાથરૂમની અલગ સુવિધાઓ આપવા માંગ કરી હતી.

કાર્યક્રમમાં રેલી બાદ માળીયા તાલુકામાં નવા ચૂંટાયેલા મહિલા સરપંચ નું સન્માન આનંદી અને સંગઠન દ્વારા કરેલ હતી. ત્યારબાદ માળીયા મહિલા શક્તિ સંગઠન ના જે જુના અનુભવી આગેવાન બહેનો જેના દ્વારા 15 વર્ષ થી અન્ન સુરક્ષા, આજીવિકા, આરોગ્ય અને પોષણ, કામના અધિકાર ને લઇ જે લડતો કરેલ તેની સંઘર્ષ ની ગાથા આગેવાન બહેનો દ્વારા કહેવામાં આવેલ હતું. માનવ અધિકાર ને લઇ માળીયા તાલુકાની યુવતી દ્વારા પીંજરું તોડો નાટક દ્વારા અધિકાર ને લઇ સંદેશો આપવામાં આવેલ હતું