Friday, April 11, 2025

માળિયા તાલુકાના મોટા દહિસરા ગામના હત્યાના કિસ્સામાં ત્રણ આરોપીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા ફરીયાદી નિર્મલાબેન ચંદુભાઇ મકવાણાએ પોતાની ફરીયાદ લખાવેલ કે આરોપીઓ સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયા રહે-તમામ મોટાદહીસરા વિવેકાનંદનગર તા માળીયા મી.વાળાઓએ શેરીમાં પાણી કાઢવા બાબતેનું મન દુ:ખ રાખી આરોપીઓએ લાકડીઓ તથા પાઇપ જેવા હથીયારો લઇ ફરીયાદીના પતિ ચંદુભાઈ છગનભાઇ મકવાણા ઉ.વ.૪૦ વાળાને માથાના ભાગે તથા શરીરે મારી ઇજાઓ કરેલ તેમજ સાહેદ મહાદેવભાઇ મોહનભાઇ રાઠોડને પણ કપાળના ભાગે મારી ઇજાઓ કરેલની ફરીયાદ જાહેર કરેલ અને આ તપાસ ચાલુ હોય તે દરમ્યાન ઇજા પામનાર ચંદુભાઇ છગનભાઇ મકવાણા ઉ.વ.૪૦વાળાને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓ સારવાર દરમ્યાન રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે મૃત્યુ પામેલ જેથી આ બનાવ ખુનના ગુનામા પરીવર્તન થયેલ હોય જેથી હત્યાના ગુનામાં સંડોવાયેલા અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયા રહે-તમામ મોટાદહીસરા વિવેકાનંદનગર તા માળીયા મી.વાળાને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે આરોપી સુરેશભાઈ અવચરભાઇ ઇન્દરીયા રહે-મોટા દહીસરા તા.માળીયા મી.વાળાને પણ આ બનાવમાં ઇજા થયેલ હોય અને હોસ્પીટલમાં સારવારમાં દાખલ હોય જેઓને રજા આપ્યે ધોરણસર અટક કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW