માળિયાના માતમ ચોકમાં પાંચ જુગારીઓ ઝડપાયા.
માળિયા માતમ ચોકમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે પકડી પાડયા છે. ત્યારે તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા શહેરના માતમ ચોકમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સિકંદરભાઈ રસુલભાઈ કટીયા, ફતેમામદ તાજમામદ જામ, સરફરાજ હારુનભાઇ કટીયા, સુભાનભાઈ મહમદભાઈ ખોડ અને નિજામભાઈ ઈકબાલભાઈ ખોડને તિનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 17,400 કબ્જે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.