Saturday, April 19, 2025

માળિયાના બગસરા ગામે બેફામ દોડતા મીઠાના ઓવરલોડ ટ્રક, ગ્રામજનોને ભારે હાલાકી

Advertisement
Advertisement
Advertisement

માળિયા (મિં)ના બગસરા ગામમાં મીઠાના ઓવરલોડ ટ્રક અને ડમ્પર બેફામ દોડતા હોય અને જેથી બગસરા ગ્રામજનોને અકસ્માત સર્જાય તેવો ભય ઉભો થયો છે. સાથે રસ્તા પણ ઓવરલોડ ભરેલા ટ્રકમાંથી મીઠું રસ્તા પર પડતું હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી સર્જાઈ છે. આ અંગે અગાઉ પણ મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હોવા છતાં બેફામ દોડતા મીઠાના ડમ્પર ચાલકો વિરૂધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી.

માળિયાના બગસરા ગામમાંથી મીઠાના ઓવરલોડ ટ્રકો બેફામ દોડતા હોય જેથી સતત અકસ્માતનો ભય રહેતો હોય છે. અને રસ્તામાં ઓવરલોડ ટ્રકમાંથી મીઠું પણ પડતું હોય જેથી રસ્તેથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. જે મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર, આરટીઓ કચેરી, મામલતદાર સહિતનાને અગાઉ રજૂઆત કરી હોય છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સરપંચ દ્વારા કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,068

TRENDING NOW