માળિયા (મિં)ના બગસરા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને માળિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે બે ઇસમો નાશી છુટ્યા હતા.
મળતી માહિતી મુજબ માળિયાના બગસરા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને નાલ ઉધરાવી તીનપત્તીનો જુગાર રમતા સુખાભાઈ દેવાભાઈ સોમાણી, બાબુભાઈ ટપુભાઈ સોમાણી (રહે.બન્ને વવાણીયા), પ્રેમજીભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (રહે.જામનગર), મણીલાલ વશરામભાઈ વાધડીયા (રહે.નાના ભેલા), અને રહીમભાઈ દાઉદભાઈ ધોના (રહે.વવાણીયા)ને માળિયા પોલીસે રૂ,૩૪૩૮૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હીરાભાઈ રવાભાઈ મોરવાડિયા (રહે.બગસરા) અને અબ્બાસભાઈ સીદીકભાઈ બુચડ (રહે.વવાણીયા) નામના જુગારી નાશી છુટ્યા હતા. પોલીસે સાતેય આરોપી વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા બન્નેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.