મોરબીના માળીયા તાલુકાના નાના દહિસરા ગામનું ગૌરવ એવા મકવાણા તુલસી હીરાભાઇ ભોપાલ પ્રીમિયર ટી 20 લીગ માટે સિલેક્ટ થયો છે. તા.22 ઓક્ટોબર દિવસે ઉતર પ્રદેશમાં ભોપાલ સિટીમાં ભોપાલ પ્રીમીર લીગ સીજન 5 માટે ઑનલાઇન ક્રિકેટ ટ્રાયલ કરવાંમાં આવ્યું હતું. જેમાં ઑનલાઇન વિડીઓ દ્વારા સેલેક્શન કરવાંમાં આવેલ હતું.
ભોપાલ પ્રીમીર લીગનું આયોજન કરવામાં સેક્રેટરી કપિલ ખૂશવા સર અને તેની કમિટી દ્વારા ક્રિકેટ પ્લેરો ને પ્રોત્સાહન મળી રહે તેમજ તેની પ્રતિભા ખીલવવા માટે.આ BPL T20 આયોજન કરવામાં આવેલ છે. દરવખતની જેમ દરેક સ્ટેટમાં જયને સારું પરફોર્મન્સ કરનાર મકવાણા તુલસી હીરાભાઇ તેઓ ભાગ લીધેલ હતો. અને તેઓ આ સેલેક્શનમાં સેલેક્ટ થયા છે. આથી મોરબી જિલ્લા સાથે નાના દહીસરા ગામનું અને પોતાના સમાજનું નામનું ગૌરવ વધાર્યું છે.