માળિયા (મિં)ના જસાપર ગામે તળાવ પાસે આવેલ જીનની પાછળ બાવળની કાંટમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીને માળિયા (મિં) પોલીસે ઝડપી પાડ્યા છે.
માળિયા (મિં) પોલીસ ટીમને જસાપર ગામે તળાવ પાસે આવેલ જીનની પાછળ બાવળની કાંટમા જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ પાડી હતી. અને જુગાર રમતા ચંદુભાઇ મુળુભાઇ ચાવડા (રહે.જસાપર), મુળુભાઇ નરસંગભાઇ ચાવડા (રહે. નાની બરાર), હમીરભાઇ વસરામભાઇ ચાવડા (રહે.જશાપર), નીર્મળભાઇ મુળુભાઇ કાનગડ (રહે.જશાપર), ધીરૂભાઇ વીરાભાઇ કાનગડ (રહે.શાપર), પ્રવિણભાઇ નરશીભાઇ આદ્રોજા (રહે.માણાબા), દેવાયતભાઇ જેસંગભાઇ મંઢ (રહે.મેધપર), રમેશભાઇ મગનભાઇ સરડવા (રહે.સરવડ)ને રોકડ રકમ રૂ.૫૨૭૦૦ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.