
પર્યાવરણ બચાવો બેટી બચાવોના સંદેશા સાથે દિકરી જન્મને સંખેસરીયા પરીવારે યાદગાર બનાવ્યો
ખાખરેચી ગામે દિકરી જન્મના હેતથી વધામણા કરતા પિતા જગદીશભાઈ સંખેસરીયા ૪૦ જેટલા વૃક્ષોનુ વૃક્ષારોપણ કરી દિકરીના સ્વાગત માટે ઘર ફુલોથી શણગારી દેવાયુ પરીવારે દિકરી વ્હાલનો દરીયો બેટી બચાવોનો સંદેશો પાઠવી સમાજને નવો રાહ ચિંધ્યો
માળીયામિંયાણાના ખાખરેચી ગામે સંખેસરીયા પરીવાર દ્વારા દિકરી અવતરણની અનોખી ઉજવણી કરાઈ હતી દિકરી જન્મના હેતથી વધામણા કરવા પિતા આતુર હોય ૪૦ જેટલા વૃક્ષોનુ અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ કરી જગદીશ સંખેસરીયાએ પર્યાવરણ બચાવો બેટી બચાવોના સુત્રને સાર્થક કરતી ઉજવણી કરી દિકરી જન્મના હેતથી વધામણા કર્યા હતા.
જેમા ખાખરેચી ગામે રહેતા અને રેલ્વેમાં નોકરી કરતા જગદીશભાઈ લખમણભાઈ સંખેસરીયા અને તેમના ધર્મપત્ની જાગૃતિબેન જગદીશભાઈના ઘરે દિકરીનો જન્મ થતા પરીવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અને પિતા દિકરી જન્મના વધામણા કરવા આતુર હોય તેમ ઘરને ફૂલોથી શણગારી પેંડા વહેચી દિકરી પ્રત્યેનો અનોખો પ્રેમ વ્યકત કરી બેટી બચાવો દિકરી વ્હાલનો દરીયો દિકરી સાપનો ભારો નહી તુલસીનો ક્યારો સુત્રને સાર્થક કરતો કિસ્સો જોવા મળ્યો હતો હાલ સમગ્ર દેશમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે દિકરી-દિકરો એક સમાન માની દિકરી અવતરણને ધામધુમથી વધાવી ફુલો ઉપર સુવડાવી ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયુ હતુ સરકાર દ્વારા ચાલતા બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને વેગ આપવા દિકરી વ્હાલનો દરિયો કહેવતને સાર્થક કરતો કિસ્સો ખાખરેચી ગામે સંખેસરીયા પરીવારમાં જોવા મળ્યો હતો આ દંપતિએ સ્ત્રી ભૃણહત્યા અટકાવવા વાલીઓને પ્રેરણા આપે તેવા દિકરી વધામણા કર્યા હતા જેમા સહપરીવાર જોડાઈ દિકરી ખરેખર જ સાપનો ભારો નહી પરંતુ તુલસીનો ક્યારો હોવાના દર્શન કરી ભાવુક થયા હતા.

જે સમાજ માટે પ્રેરણારૂપ અને સ્ત્રી ભૃણહત્યા કરતા લોકોને સણસણતો જવાબ આપી આવુ ન કરવા હાકલ કરી હતી. તેમજ સંખેસરીયા પરીવારના યુવા દંપતિનો દીકરી પ્રત્યેનો અનોખો પ્રેમ જોઈને કંઈક પ્રેરણા લઈ શીખવા જેવું છે. અને પ્રથમ દીકરીનો જન્મ થતા પરીવારે લક્ષ્મીજીનો અવતાર સમજી વધામણા કરી અનોખી ખુશી વ્યક્ત કરી હતી આ તકે જગદિશ અને જાગૃતિબેને જણાવ્યુ હતું કે, ભગવાને જે આપ્યુ એમા અમે ખુશ છીએ અમારા ઘરે પ્રથમ દીકરી આપી અમે દીકરીઓનો ઉછેર પણ દીકરા સમોવડી બને તેવી રીતે કરશુ તેવુ જણાવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીશભાઈ સંખેસરીયાએ રેલ્વે સ્ટેશન અને ઘર સહીત અલગ અલગ જગ્યાએ ૪૦ જેટલા વૃક્ષોનુ રોપણ કરી દિકરી જન્મના વધામણા સાથે પર્યાવરણ બચાવો બેટી બચાવોનો અનોખો ત્રિવેણી સંગમ દિકરી જન્મના વધામણા સમયે જોવા મળ્યો હતો. જે દંપતિએ દિકરી ખરેખર વ્હાલનો દરીયો હોવાનો સમાજને નવો રાહ ચિંધતો પ્રેરણાદાયી સંદેશ સાથે ઉજવણી કરી હતી.

