માળીયા તાલુકાના જુની ખીરઈ ગામે રહેતા ઇકબાલભાઇ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર (ઉ.વ.૪૫) એ આરોપી અબ્દુલ ઉર્ફે કાળો ઉમરભાઇ જેડા તથા ગુલામહુશેન અલાયાભાઇ જેડા તથા હૈદરભાઇ અલાયાભાઇ જેડા રહે બધા નવાગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મામા ને અગાઉ આરોપી અબ્દુલ ઉર્ફે કાળુના ભાણેજ સાથે માથાકુટ થયેલ હોય તેનું મનદુખ રાખી આરોપીઓ અર્ટીકા ફોરવ્હીલ નંબર GJ-39-CB-7181 મા આવી ત્રણેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો બોલી આરોપીઓએ ફરીયાદીને ધાર્યા વડે તથા ધોકા વડે મુંઢમાર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.