બીમારીમાં સપડાયેલુ મોરબી મારુ,
વટની સાથે લડી લેશે
હોય ગમે તેવી આફત પણ આફતને,
અવસરમાં પલટીને લડી લેશે
ભલે ન મળે દવાઓ કે ઓક્સીજન પણ,
માનવતાના સહારે લડી લેશે
ભુકંપ હોય કે હોનારત પણ ખુટી નથી ખુમારી,
એ ખુમારીથી આજે લડી લેશે
વિશ્વાસ છે રાજા ‘વાઘજી ઠાકોર’ ના વચન પર, મા મચ્છુના આશીર્વાદથી લડી લેશે
હાર્યા નથી અને હારવું પણ નથી રાખી હૈયે હિમ્મત,
મારુ મોરબી કોરોના સામે લડી લેશે.
લી.વિશાલ એમ. પાંચાણીની કલમે…✍