Thursday, April 24, 2025

માતાની પુણ્યતિથિ નિમિત્તે મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજી પરિવારે શ્રદ્ધાંજલી અર્પી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોર તેમજ સાંજે સદાવ્રત ચલાવવા મા આવે છે. ત્યારે મોરબીના શક્ત શનાળા ગામના વતની પ્રેમજીભાઈ આંબાભાઈ બાવરવા દ્વારા તેમના માતુની નવમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેમજીભાઈ આંબાભાઈ બાવરવા ની માતુ સ્વ. હરખીબેન આંબાભાઈ બાવરવાનું નિધન આજથી નવ વર્ષ પહેલા થયુ હતું. તેઓ ખુબ દયાળુ, માયાળુ, ધાર્મિક તથા મિલનસાર સ્વભાવના હતા. ત્યારે તેમની પૂણ્યતિથી નિમિતે સત્કાર્ય કરી તેમના પરિવારજનોએ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હરીશભાઈ રાજા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હિતેશ જાની, હસુભાઈ પંડીત, અનિલ સોમૈયા સહીતનાઓએ સદ્ગતને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW