Wednesday, April 23, 2025

માટીના કારખાનામાં ક્વાર્ટર પરથી પડી જતાં યુવાનનું મોત.

Advertisement
Advertisement
Advertisement

માટીના કારખાનામાં ક્વાર્ટર પરથી પડી જતાં યુવાનનું મોત.

મોરબી તાલુકાના ખોખરા હનુમાન રોડ પર આવેલ માટીના કારખાનામાં કવાર્ટર પરથી પડી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જે બાબતે પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મંગલસિંહ અમરતલાલ ભંડોર ઉ.વ.૧૮ રહે. ગામ અમજેરા તા.સરદારપુર જી.ધાર (એમ.પી.) વાળો ગઇ તા.૨૨/૦૧/૨૩ ના રોજ મોરબી ખોખરા હનુમાન રોડ સર્વોપરી માટીની કંપનીના ક્વાર્ટરમાં બીજા માળેથી નીચે પડી જતા ઇજા થતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલમાં લઈ વધુ સારવાર માટે અમદાવાદ સિવલ હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન તા.૨૩/૦૧/ ૨૦૨૩ ના રોજ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,239

TRENDING NOW