મોરબીના જોધપર નદી ગામ પાસે મચ્છુ ૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ યુવાન કોઈ કારણોસર ડેમના પાણીમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા અશોકભાઈ કાથળભાઈ પરમાર (ઉ.૩૫)નામનો યુવાન ગત તા,૨૩ ના રોજ જોધપર નદી ગામ પાસે આવેલ મચ્છુ ૨ ડેમમાં માછીમારી કરવા ગયેલ હોય દરમીયાન કોઈપણ કારણોસર ડેમના પાણીમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.