Friday, April 11, 2025

માં સોનબાઈના ૫૧ આદેશ….

Advertisement
Advertisement
Advertisement

આજ ના દિવસે જીવનમા માં ના એકાદ આદેશનું પાલન થાય તો જીવન સાર્થક છે.

૧. સતવાદી ચારણ બનો, કાઢો કુટુંબ કલેશ, છોડો દારૂ ચારણો (ઈ) આઈ સોનલ આદેશ

૨. દામ માટે કોઈ દિકરી, વહેચો નહી લઘુલેશ, દેવવૃતી છોડીદયો (ઈ) આઈ સોનલ આદેશ

૩. ચોરી, જારી, ચુગલી કાઢો જુગાર કલેશ નિતિથી ચારણ નભો (ઈ) આઈ સોનલ આદેશ.

૪. કુરિવાજો કાઢવા વર્તો સમય વિશેષ, કારજ ભોજન ભંગ કરો (ઈ) આઈ સોનલ આદેશ

૫. મહિ પર છોડો માંગવું, વધો પુરૂષાર્થ વેષ નૈક ટેક રાખો નવડ, (ઈ) આઈ સોનલ આદેશ

૬. જીવન એવું જીવજો, અહિંસા બને ઉછેરા વેદ રામાયણ વાજતો (ઈ) આઈ સોનલ આદેશ

૭. સરસ્તી સેવો સદા, ભકિત કરો ભવેષ, ઉજવળ રીતી આચરો (ઈ) આઈ સોનલ આદેશ

૮. પઢો સુવિધા પ્રેમથી, કાયમ સમય સંદેશ દેવજાતી દિપાવજો (ઈ) આઈ સોનલ આદેશ.

૯. પ્રતિભા તેજ પ્રતાપથી નમે મહાન નરેશ, એવા ચારણ અવતરો (ઈ) આઈ સોનલ આદેશ

૧૦. દાણા, દોરા, ધુણવું, કાઢવો તુત કલેશ, ચારણ પાખંડ છોડજો (ઈ) આઈ સોનલ આદેશ

૧૧. ઉજવળ કરણી આચરો, વ્રતધારી વિશેષ જગદંબા જીભે જયો (ઈ) આઈ સોનલ આદેશ.

૧૨. જીવન તપેસ્વરી જીવજો, વર્ણ ચારણ વિશેષ તો જગદંબા ઘેર જનમશે, (ઈ) આઈ સોનલ આદેશ

૧૩. તજો ભોગ આળશ તજો, વ્યસન ત્વજો વિશેષ જીવન ઉંચુ જીવજો (ઈ) આઈ સોનલ આદેશ.

૧૪. હરખો નહિ પરહાણથી, પરખો નહિ પર દ્વેશ, સમદ્રષ્ટી ચારણ બનો (ઈ) આઈ સોનલ આદેશ.

૧૫. દોશઅવર દેખો નપિખો ગુણ પ્રવેશ, શુભદ્રષ્ટી રાખો સદા (ઈ) આઈ સોનલ આદેશ.

૧૬. સુણોનહિ કદિ શ્રવણ, પરનિંદા પરવેશ, કાઢો જટપટ કપટ ને (ઈ) આઈ સોનલ આદેશ

૧૭. બોલ એવા નવ બોલજો, કડવા કરે રે કલેશ વાણી નિર્મલ વાપરો (ઈ) આઈ સોનલ આદેશ

૧૮. કાબર, લાબર, લુગડા, પહેરો નહિ પહેરવેશ, વર્તો સદા વેશથી (ઈ) આઈ સોનલ આદેશ

૧૯. ચારણ ચોથો વેદ છે, દાખે ઉપમા દેશ, માટે વેદ પુરાણ જીભે વદો (ઈ) આઈ સોનલ આદેશ

૨૦. ફોકટ ધરદાર ભટકતા, હર્ષ માન હંમેશ, માટે ધ્યાન રાખો ધંધાપર (ઈ) આઈ સોનલ આદેશ

૨૧. શરીર સુધ્ધી છે. સ્નાનથી, ભકિતમન ભવેશ, વિત્ત સુધી ત્યાગ વધે (ઈ) આઈ સોનલ આદેશ

૨૨. બોલ વિચારી બોલવા, જેથી વધે તોલ વિશેષ, બોલ કોલ બદલો નહિ (ઈ) આઈ સોનલ આદેશ

૨૩. રહેણી કહેણી એક રંગ, વાણી વર્તન વેશ, એક રંગા ઉજવળ બનો (ઈ) આઈ સોનલ આદેશ

૨૪. ધન પાછળ દોડો નહિ, લોભ ભરી મનલેશ હક નિતિથી હાલજો (ઈ) આઈ સોનલ આદેશ

૨૫. સુખ દુખ છે. સંસારમાં, વિતવિત રૂપે વેશ, સંતોશી સુખી બનો (ઈ) આઈ સોનલ આદેશ

૨૬. દેગ તેગ રાખો દયા, વાચ કાછ વિશેષ, જીવન તપધારી જીવો (ઈ) આઈ સોનલ આદેશ

૨૭. ભોગ વિલાશે ભુવનમાં, વધે રોગ વિશેષજીવનમાં યોગ આચરો (ઈ) આઈ સોનલ આદેશ

૨૮. જીણધારી પેખતા હરખે હૃદય હંમેશ, માટે અટકી અડીખમ રહો (ઈ) આઈ સોનલ આદેશ

૨૯. કંઠ કહેણી અને કાબના, હલકે ધોધ હંમેશ, ગાવો ગીત ગોવિંદના, (ઈ) આઈ સોનલ આદેશ

૩૦. કાવ્ય કીર્તી માનવતણી, લખો નહિ લવલેશ, વદો ન વાણી વૈખરી (ઈ) આઈ સોનલ આદેશ

૩૧. અભ્યાગતને આશરો, હરખે દિયો હંમેશ, ધર્મ આશ્રય રાખજો (ઈ) આઈ સોનલ આદેશ

૩૨. વખત પ્રમાણે વર્તજો, હિંમત રાખી હંમેશ, કરજો નહિ અવળા કચ્છ (ઈ) આઈ સોનલ આદેશ

૩૩. ધંધો એવો કરજો, પાપ ન થાય પ્રવેશ, નારાયણ નીતિ વશે (ઈ) આઈ સોનલ આદેશ

૩૪. દરિયા રેલે દુખડા, ભલે ખરેબે આભ ખગેશ, પગ અણડગ ચારણ ન ડગે (ઈ) આઈ સોનલ આદેશ

૩૫. કુષણ પરહિત કાજમા, પૂણ્યે પંથ પ્રવેશ, દૂનિયાને નવ દુખવો (ઈ) આઈ સોનલ આદેશ

૩૬. શકિત ધન બલ સાંપડે, વધે સુખ વિશેષ, (તોય) ચારણ કોઈદીન છકે (ઈ) આઈ સોનલ આદેશ

૩૭. મન મોટા તન ઉજળા, ડારણ પડછંડ દેહ, સમદંર પેટા ચારણો (ઈ) આઈ સોનલ આદેશ

૩૮. ચતુરાઈ ચારણને વરે, ડાયણ વંદે દેશ મટાળે કજીયા મલકના (ઈ) આઈ સોનલ આદેશ

૩૯. પ્રગટ વેદ પૂરાણમાં, વેદ શાસ્ત્ર વિશેષ, ચારણ દેવ સમાન છે (ઈ) આઈ સોનલ આદેશ

૪૦. પખ મોશાલે શેષ પત, મૂણાપિતા મહેશ, ચારણ દેવીપુત્ર છે (ઈ) આઈ સોનલ આદેશ

૪૧. વ્યાપ્યો કલયુગ વિશ્ર્વમાં, સયમ કહંત સંદેશ ચારણ કસોટી ચેતજો, (ઈ) આઈ સોનલ આદેશ

૪૨. ધર્મ ટકે તો ધન ટકે, વધે વંશ વિશેષ સુખ રહે સંસારમાં (ઈ) આઈ સોનલ આદેશ

૪૩. જીવન દૈવી જીવજો, અવર લિયે ઉપદેશ, કલીયુગી જીવન કાઢજો (ઈ) આઈ સોનલ આદેશ

૪૪. તમો ગુણ અજ્ઞાનથી, વધે ગર્વ વિશેષ, (માટે) હું પદથી પાછા હટો (ઈ) આઈ સોનલ આદેશ

૪૫. સુર દૂર્લભ સંસારમાં વદીયે માનવ વેશ, પારસરૂપી પેખજો (ઈ) આઈ સોનલ આદેશ

૪૬. અડસઠ નિરથ આંગણે, વંદ માવતર દેશ, પાળો આજ્ઞા પ્રેમથી (ઈ) આઈ સોનલ આદેશ

૪૭. દાનવ માનવ દેહને હરપાલ મોત હંમેશ, મુકિત જીવન મેળવો (ઈ) આઈ સોનલ આદેશ

૪૮. સર્જક શોષક સૃષ્ટિની પાલક રૂપ પ્રમેશ, તુ શકિત કારણ કરણ, આઈ સોનલ આદેશ

૪૯. વર્ષ એકાવન વિશ્ર્વમાં સમર્પ્યા અમ સંદેશ, સ્વધામ સોન સંચર્યા આઈ સોનલ અદેશ

૫૦. શીખે વાંચે અને સાંભળે આઈ સોનલ આદેશ, બેસક જીવન ધન્ય બને, આઈ સોનલ આદેશ.

૫૧. સોનલ મુખે સાંભળ્યા (જે) એકાવન આદેશ. કવિ ‘મેઘરાજે’કહ્યા, આઈ સોનલ આદેશ.

ઉપરોક્ત 51 આદેશ આપણ ચારણોની મહામુલી ગીતા છે, જે ચારણ સોનબાઇ મા ના આ જીવન સંજીવની સમા આદેશો પોતાના જીવનમા ઉતારસે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ત્રણેય પુરુષાર્થ સિદ્ધ થસે.

સંકલન: દશરથદાન ગઢવી, થરાદ

Related Articles

Total Website visit

1,501,795

TRENDING NOW