મોરબી: ગાંધીનગર ખાતે મહેન્દ્રનગરથી અણીયારી, પીપળી રોડ ત્થા મહેન્દ્રનગરથી હળવદ ફોરટ્રેક રોડ જે મંજુર થયેલ છે. તેનુ ફોલોઅપ તથા ટેકનીકલ ચર્ચા કરવા માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સિરામીક એશોસીએસન તેમજ બંને રોડના ઉધોગકારો સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારી એન.કે.પટેલ સાથે સંયુક્ત મીટીંગનું આયોજન કરેલ હતું.
જેમા આપણા સાંસદ મોહનભાઇ કુંડારીયા ત્થા જયંતિભાઇ કવાડીયાની ઉપસ્થિતિમાં મીટીગમાં આ બંને રોડમાં રોડની તાકાત, પાણીના નિકાલ તેમજ વધુ ખરાબ થતા રસ્તાની જગ્યાએ સીસી રોડ ત્થા જરૂર જણાય ત્યા સર્કલ વગેરે ટેકનીકલ બાબતોની ચર્ચાઓ કરીને જે તે વિભાગો ને આ રોડ સત્વરે ચાલુ થાય તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જરૂરી સુચનાઓ આપી હતી. આ મીટીગમાં એશોસીએશનના ચારેય પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, નિલેષભાઈ જેતપરીયા, વિનોદભાઈ ભાડજા તેમજ કીરીટભાઈ પટેલ અને ટીમ સાથે જોડાયા હતા.