મલેરીયા અંગે માહિતી આપતા મોરબીના ડોકટર જયદીપ પટેલ(અર્પણ હોસ્પિટલ)
મલેરીયા:
આ રોગ નાં વધારે પડતાં કેશો ચોમાસામાં( જુલાઈ થી નવેમ્બર ) જોવા મળે છે. પ્રોટોઝોઆ થી થતો રોગ છે. આ રોગ અનોફિલસ માદા મચ્છર કરડે ત્યારે ફેલાય છે.
મલેરિયા નાં દર્દી ને મચ્છર કરડી તેજ મચ્છર બીજા માણસ ને કરડે ત્યારે મલેરિયા ના દર્દી નાં લોહી માં રહેલ પ્રોટોઝોઆ બીજા માણસ માં ટ્રાન્સફર થાય અને રોગ નો ફેલાવો થાય.
આ પ્રોટોઝોઆ ૪ પ્રકાર નાં હોય છે.
પ્લાસમોડિયમ વાયવેક્સ, ફાલ્સીપેરમ, મેલેરિ અને ઓવેલિ.
ગુજરાત માં સામાન્ય રીતે વાયવેક્સ અને ફાલ્સીપેરમ જોવા મળે છે.
વાયવેક્સ ને સાદો મલેરીયા અને ફાલ્સીપેરમ ને ઝેરી મલેરિયા તરીકે ઓળખવામાં આવે છે.
લક્ષણો :
એકાંતરા ભારે તાવ આવવો અને ઠંડી લાગવી એ મુખ્યત્વે જોવા મળતું હોય છે , પરંતુ બધા કેશ માં એ જરૂરી નથી.
તાવ સાથે માથાનો દુખાવો, ઉલ્ટી, કળતર, નબળાઈ જેવા લક્ષણો પણ જોવા મળે છે.
નાના બાળકો માં ક્યારેક તાવ સાથે ઉલ્ટી – ઉબકા અને ઝાળા પણ જોવા મળે છે.
બાળકો માં બરોળ મોટી થઈ જાય છે.
ગંભીરતા :
અમુક દર્દી ઓ માં સમય સર સારવાર નાં થાય તો લિવર , કિડની પર સોજો આવે અથવા મગજ પર અસર થઈ સકે છે, આંચકી આવી જાય જેને આપણે સેરિબ્રલ મલેરીયા ( cerebral malaria )
કહીએ છીએ.
લોહી ની ટકાવારી ઓછી થઈ જાય , પેશાબ લાલ આવે એવા અમુક કેશો જોવા મળે છે.
નિદાન :
લોહી ની તપાસ દ્વારા ખબર પડે છે.
જેમાં પેરીફેરલ સ્મીઅર (PS) thick and thin અને RD KIT for malaria નો સમાવેશ થાય છે. બાકીના રીપોર્ટ દર્દી ની જનરલ કંડીશન મુજબ કરવામાં આવે છે .
સારવાર :
ક્લોરોક્વિંન , આરટીર્સુનેટ, આરટીમિથર – લુમેફેટ્રીન , ક્વીનીન જેવી દવાઓ ઉલબ્ધ છે , જે ડોકટરો દર્દી ની ગંભીરતા પર નક્કી કરતા હોય છે.
બાકી ની દવાઓ તાવ , ઉલ્ટી, માથાનો દુખાવો, લોહી ચડાવવું કે નહિ, જેવી સારવાર દરેક દર્દી ની જનરલ કંડીશન પર આધારિત હોય છે.
મલેરિયા નો અટકાવ :
મચ્છર નાં કરડે એ જ એકમાત્ર ઉપાય છે.
રહેણાક વિસ્તારમાં માં પાણી નાં ખાબોચીયા ના ભરાય તો મચ્છર નો ઉપદ્રવ અટકાવી શકાય.
મચ્છર નાશક રસાયણો જેવા કે ઓલ આઉટ, ગુડ નાઈટ , અગરબત્તી ઓ વાપરી શકાય.
મચ્છર દાની માં સૂવું, વિન્ડો માં મચ્છર દાની જાળી ( mosquito net) નાખવી . બાર રમવા જાય બાળકો ત્યારે ઓડોમસ જેવી ટ્યુબ પણ લાગવી શકાય .