મતદાન કરી લોકશાહીના પર્વમાં પહેલીવાર સહભાગી બનતા મોરબીના આકાશ ધાનજા
લોકસભાની ચૂંટણી અન્વયે મોરબી જિલ્લામાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે અનેક યુવાનો હોશે હોશે પહેલીવાર મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બની રહ્યા છે.
ત્યારે મોરબીમાં પંચાસર રોડ પર સત્યમ સ્કૂલમાં પહેલીવાર મતદાન કરી ખુશી વ્યક્ત કરતા આકાશ ધાનજા જણાવે છે કે, પહેલીવાર મતદાન કરવું એ ખરેખર રોમાંચ છે. જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી મારું મન મતદાન કરવા જાણે કે તલપાપડ થઈ રહ્યું હતું. મતદાન કેવી રીતે કરાય મતદાન કર્યા પછી કેવું લાગે એમાં અનેક બાબતો જાણવાની કુતુહલતા હતી. ખરેખર મતદાન કરીને બહુ જ ખુશી અનુભવું છું. અને તમામ યુવાનોને પણ કહેવા માંગુ છું કે દરેકે જરૂરથી મતદાન કરવું જોઈએ.