મોરબી તાલુકાના જેપુર ગામનો યુવાન કામે જવાનું કહીને નીકળ્ય બાદ પરત નહીં ફરતા પરિવાર ચિંતિત બન્યો છે. આ બનાવ અંગે ગુમસુદાની પોલીસ મથકે નોંધ કરવા અંગે અરજી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા જેપુર ગામે રહેતો રજની હરજીવનભાઈ સોલંકી (ઉ.વ.20) ગત તા.31/12/21ના રોજ સવારે 10 કલાકે કામે જવાનું કહીને નીકળ્યો હતો. જ્યારે બીજે દિવસ સુધી પરત ના ફરતા પરિવારના સભ્યોએ મજુરી માટે જતો હોય તે તમામ જગ્યાએ ફોન કરી તપાસ કરતા કામે જ ન આવ્યો હોવાના પરિવારને સમાચાર મળતા પરિવારના સભ્યો ચિંતિત બન્યા હતા. જ્યારે સગા-સબંધીઓમાં પણ તપાસ કરતા અંતે રજની સોલંકીની કોઈ ભાળ ન મળતા તેના ભાઈ યોગેશ સોલંકીએ મોરબી તાલુકા પોલીસ મથકે આ અંગે જાણ કરી હતી. જ્યારે ઉપરોક્ત વ્યક્તિની જાણ થયે મો.7046605129 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.