Wednesday, April 23, 2025

મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું વતન ચમનપર ફરી એકવાર સમરસ ગ્રામ પંચાયત જાહેર

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાની હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના ફોમ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના માળીયા તાલુકાના ચમનપર ગામ સાતમી વખત સમરસ થયું છે. સમરસ યોજના જાહેર થઈ ત્યાર થી અત્યાર સુધી ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી એટલે કે ૧૯૯૨ થી ચમનપર ગામ સમરસ ગ્રામ પંચાયત બનતી આવી છે.

અને આ વખતે પણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ગ્રામ જનોના સહિયારા પ્રયાસથી ચમનપર ગામ સાતમી વખત સમરસ બની સરપંચ તરીકે શિતલબેન જયેશભાઈ ચારોલાની સર્વાનુંમતે વરણી કરવામાં આવેલ છે. સભ્ય તરીકે વોર્ડ-૧ માં પ્રભાબેન બાબુલાલ અઘારા, વોર્ડ-૨માં અસ્માબેન અબ્દુલભાઈ લાખાણી, વોર્ડ-૩માં અશ્વીનભાઈ પરસોતમભાઈ ભીમાણી, વોર્ડ-૪માં નાનજીભાઈ રવજીભાઈ ચારોલા, વોર્ડ-૫માં રસીકભાઈ ગોવિંદભાઈ સોલંકી, વોર્ડ-૬માં કસ્તુરબેન પ્રભુભાઈ વિલપરા, વોર્ડ-૭માં મુક્તાબેન ભગવાનજીભાઈ અઘારા, વોર્ડ-૮માં જયેશભાઈ નરસીભાઈ ચારોલાની વરણી કરવામાં આવેલ છે.

ચમનપર ગામના વિકાસના કામો અંગે જણાવીએ તો સીસી રોડના કામો, સંરક્ષણ દિલાવના કામો, ભુગર્ભ ગટરના કામો, પંચાયત ઘર રીપેરીંગ, પ્રાથમિક શાળામાં પેવરબ્લોક કામો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ૨૪.૪૯ લાખથી વધુના કામો થયેલ છે. માળીયા તાલુકામાં કુલ ૧૪ ગામો ચમનપર, લક્ષ્મીવાસ, જાજાસર, ભાવપર, ચીખલી/વરડુસર, વવાણીયા, વિરવદરકા, જસાપર, સોનગઢ/ફતેપર, ખીરસરા, મંદરકી, રાસંગપર, મોટાભેલા અને નવાગામ સમરસ ગ્રામ પંચાયત બનેલ છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW