મોરબી: નવરાત્રીના પાવન પર્વની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી થાય અને બહેનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને સર્જનાત્મકતાને ખીલવાની તક મળે તે માટે ભારત વિકાસ પરિષદ મોરબીની મહિલા પાંખ દ્વારા બહેનો માટે આરતી/પુજા થાળી ડેકોરેશન તથા ગરબા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા આગામી તા.10 ના રોજ બપોરે 3 થી 6 દરમિયાન ઓમ શાંતિ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ શનાળા રોડ ખાતે યોજાશે. આ બંને સ્પર્ધાઓ જુદા-જુદા બે વિભાગમાં યોજવામાં આવશે. વિભાગ અ 15 વર્ષથી નાના બહેનો માટે તથા વિભાગ બ 15 વર્ષથી મોટા બહેનો માટે ડેકોરેશન કરવા માટે સ્પર્ધા સ્થાન પર 45 મીનીટનો સમય આપવામાં આવશે. ડેકોરેશન માટેની તમામ સામગ્રી સ્પર્ધકોએ પોતાની સાથે લાવવાની રહેશે.
બંને સ્પર્ધાના બંને વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનાર વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. ભાગ લેનારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. નિર્ણાયકોનો નિર્ણય આખરી અને સૌ ને બંધનકર્તા રહેશે. નામ નોંધાવવા માટેની છેલ્લી તા.09/10/21 છે. તથા સ્પર્ધાની વધુ વિગતો માટે મહિલા સંયોજીકા કાજલબેન ત્રિવેદી 9016595895, પ્રોજેક્ટ ચેરમેન દર્શનાબેન પરમાર 7698505149, સહસંયોજીકા કુસુમબેન બોપલીયા 6351771431, દર્શનાબેન ભટ્ટ 9825756238, અલ્પાબેન મારવણીયા 9601444004 નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.