(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
ભારતનો લોકપ્રીય સિંગિંગ શો ઇન્ડિયન આઇડલ વિશ્વ પ્રસિદ્ધ શો માં નો એક શો છે. ૧૦ મહિના સુધી ચાલનારા આ શો એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સીઝન ૧૨નો આ શો ખુબ જ લોકપ્રીય બન્યો અલગ અલગ સિંગર દ્વારા આ શો બધાનો મન ગમતો શો થયો. જેમાં શરૂઆતમાં જે સિંગર સિલેક્ટ થયા તેમાંના ૬ સિંગર ફાઇનલમાં પહોચ્યા આ સિંગરમાં પવનદીપ રાજન, અરુનીતા કાંજીલાલ, સાયલી કાંબલે, મોહમ્મદ ડેનિશ, નિહાલ તોરો, સન્મુખપ્રીયા ફાઇનલમાં પહોચ્યા હતા.
આ શોને સૌ પ્રથમ હિમેશ રેશમિયા, વિશાલ દદલાની, નેહા કક્કડ દ્વારા જજ કરવામાં આવ્યો પરંતુ કોરોનાના કારણે આ શોના જજ નેહા કક્કડ અને વિશલ સમયના આપી શક્યા આથી આ શોની કમાન અનુમલિક, હિમેશ રેશમિયા, અને સોનું કક્કડએ સંભાળી, આ શોનું એંકરિંગ આદિત્ય નારાયણ દ્વારા કરવામાં આવ્યો હતો. શોના ફાઇનલ રાઉન્ડને લોક પ્રસિદ્ધ બનાવવા સોની ટી.વીના ઓરનર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફાઇનલ રાઉન્ડને ૧૨ કલાકનો શૂટ કરવામાં આવ્યો હતો. બપોરના ૧૨ વાગ્યાથી શોને ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. અને ૬ સુપર સિંગર દ્વારા અલગ અલગ ગીતો ગઈને લોકોના દિલ જીત્યા હતા. અને શોમાં ખાસ ખાસ મુખ્ય મહેમાનોને બોલવામાં આવ્યા હતા. અને રાત્રીના ૧૨ કલાકે પવનદીપ રાજનને ઇન્ડિયન આઇડલની સીઝન ૧૨નો ઇન્ડિયન આઇડલ જાહેર કરવામાં આવ્યો હતો. અને પવન દીપ રાજન ભારતનો સિંગર બનીને ઇન્ડિયન આઈડલ ની ટ્રોફી જીતી મેદાન માર્યું હતું.