Thursday, April 24, 2025

ભાટિયા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવકઃ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

Advertisement
Advertisement
Advertisement

ભાટિયા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. આ માટે ૧૦ હજાર ખેડૂતોએ નામ નોંધાવ્યા છે. યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે.

ભાટિયા માર્કટીંગ યાર્ડમાં પણ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી, અળદ, મગ, અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભાટિયા માર્કેટીંગ યાર્ડમાં પણ તા. ૧૧-૧૧-ર૦ર૪ થી તા. ૮-ર-ર૦રપ સુધી મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ તાલુકા પંચાયતના પ્રમુખ સોમાતભાઈ ચાવડાના વરદ્ હસ્તે કરાયો છે.

આ સાથે ખેતીવાડી અને સહકારી ક્ષેત્રના અગ્રણી ખીમાભાઈ દેવાભાઈ ગોજિયા, ડી.એલ. પરમારે ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગેની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપી હતી, અને કહ્યું હતુંકે, ખેડૂતોને કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા સોંપેલ એજન્સી સાથે સંકલન રાખવામાં આવશે.

ભાટિયા યાર્ડમાં પ્રારંભના દિવસે મગફળીની મબલખ આવક થઈ હતી. તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Total Website visit

1,502,268

TRENDING NOW