ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓના ઘરે ભાજપના ધ્વજ બાંધી ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી
(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)
હળવદ: ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો આજે 42મો સ્થાપના દીવસ છે. ત્યારે હળવદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકાર્ય થકી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અત્યારે કોરોના સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે હળવદ ભારતીય જનતા પક્ષ દ્વારા કોરોના મહામારી અનુસંધાને હળવદના સરા ચોકડી ખાતે રાહદારીઓને આશરે એક હજાર N95 માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

અને સવારે હળવદ ભાજપના અગ્રણીઓના ઘરે ભાજપના ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, રમેશભાઈ ભગત, રમેશભાઈ ઝીંઝુવાડિયા, તપનભાઈ દવે, બ્રિજેશભાઈ રાવલ, મેહુલભાઈ પટેલ, રવિભાઈ પટેલ, નરેશભાઈ રાવલ, વાસુભાઈ દલવાડી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં સરકારી ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું
