મોરબી: ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં કારમાં ભરેલ ઈંગ્લીશ દારૂની ૪૫ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ગઈકાલે બાતમીના આધારે દરોડો પાડી મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં સરકારી સ્કુલ પાસે રહેતા સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડને પોતાની સેન્ટ્રો કાર નં- GJ-01-KQ-2271 માં છુપાવીને રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૫ (કિં.રૂ.૧૩,૫૦૦) નાં મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ આ દારુ નરેન્દ્રસિંહ જાડેજા (રહે-ધાણીસર ગાંધીધામ) વાળા પાસેથી લીધેલ હોવાનું ખુલતા પોલીસે આરોપી સુરેશભાઈ રાઠોડની અટકાયત કરી દારૂની બોટલો તથા સેન્ટ્રો કાર મળી કુલ કિં.રૂ.૧,૬૩,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.