રામનવમીના પાવન દિવસે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામનો જન્મ થયો હતો. પણ આ અનાયાસે બનેલી ઘટના નહતી. આ જન્મ માટેની તૈયારી તો રઘુકુળમાં કેટલીય પેઢી પહેલાં કરવામાં આવી હતી.
રાજા દીલિપે ભગવાન વિષ્ણુ પોતાના વંશમાં અવતાર ધારણ કરે તે માટે ગાયના દુધ પર રહી તપસ્યા કરી, અને ભગવાને વરદાન આપ્યું કે તારા વંશમાં કૌશલ્યા અને દશરથ ને ત્યાં હું જન્મ લઈશ. બીજી બાજુ મનુ અને શતરૂપા જીવનભર પોતાને ત્યાં ભગવાન વિષ્ણુ જન્મ લે તે માટે તપસ્યા કરતાં રહ્યાં, અને જીવનના અંતે વિષ્ણુ ભગવાને દર્શન આપી કહ્યું કે આવતા જન્મમાં તમે રાજા દિલિપના વંશમાં દશરથ અને કૌશલ્યા તરીકે આવશો ત્યારે તમારે ત્યાં હું જન્મ ધારણ કરીશ. આમ, ભગવાન રામનો જન્મ માતાપિતાની તપસ્યાના પરિણામે થયો હતો.
અર્કેશ જોશી લિખિત પુસ્તક શ્રેણી “ઉત્તમ સંતાન પ્રાપ્તિનું રહસ્ય: ગર્ભ સંહિતા”માં પ્રાચીન કાળના ગર્ભ વિજ્ઞાનના આવા તો અનેક પ્રસંગોનું વિવરણ છે. ઉપરાંત શ્રેષ્ઠ બાળક જન્મે તે માટે જન્મ પહેલાં શું શું કરવું જોઈએ તેનું પણ વિશદ વર્ણન છે. પ્રાચીન કાળમાં અતિ પ્રચલિત ઉત્તમ સંતાન પ્રાપ્તિના આ વિજ્ઞાનને પુનર્જીવિત કરી ભારત દેશમાં ઘરે ઘરે ઈશ્વરના અવતાર સમા મહાન બાળકો જન્મ લે તેવી ભાવના સાથે લેખકે વધુ ને વધુ નવદંપતી સુધી આ પુસ્તકો પહોંચાડવાનું એક ઉમદા અભિયાન આદર્યુ છે.
સાવ નજીવી કિંમતમાં ઉત્તમ દિવ્ય જ્ઞાન વહેંચવાની આ પ્રવૃતિમાં તમે સહયોગ કરશો?
(ઉત્તમ સંતાન પ્રાપ્તિનું રહસ્ય:ગર્ભ સંહિતા, ભાગ ૧ થી ૪ ઘરેબેઠા મેળવવા ફોન કરો. મો. 9925959592)