મોરબી તાલુકા પોલીસ સ્ટેશનએ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ, યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલા નાઓને મળેલ બાતમી હકીકત આધારે પો.સ.ઇ. ડી.વી.ડાગર તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા મોરબી તાલુકાના બેલા ગામની સીમ, પીપળીરોડ, લોડસ હોટલની બાજુમાં જીતવા સિરામીકની સંજયભાઈ ગણેશભાઇ વાધડીયા વાળાના કબ્જા ભોગવઢવાળી ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરી હતી.
રેડ દરમિયાન જુગાર રમતા સંજયામાઇ ગણેશભાઇ વાધડીયા (ઉ.વ.૩૫, રહે. મોરબી, રવાપર રોડ, બોનીપાક, તા.મોરબી), ઉપમ ઉર્ફે ઉત્તમ રતિલાલ ઉર્ફે કેશવજીભાઇ કાચરોલા (ઉ.વ.૨૫, રહે. મોરબી, ઉમા ટાઉનશીપ, તા.જી.મોરબી), સુરેશભાઇ બચુભાઇ અમૃતીયા પટેલ (ઉ.વ.૫૦, રહે. મોરબી, શનાળા રોડ, સારસ્વત સૌસાયટી,તા.જી.મોરબી), જયદીપભાઇ પ્રાગજીભાઇ આદ્રોજા (ઉ.વ.૨૯, રહે. રવાપર રોડ, લક્ષ્મીનગર સોસાયટી, નાજુ,મોરબી),પરસોત્તમભાઇ સવજીભાઇ ભોરણીચા (ઉ.વ.૩૩, રહે. હરીઓમ પાર્ક, હળવદ રોડ, ઘર, તા.જી.મોરબી) ને કુલ રૂ.૯,૦૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પાંચેય ઈસમો વિરૂધ જુગારધારા કલમ-૪, ૫ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પો.સ.ઇ ડી.વી.ડાંગર તથા પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુબલ તથા નગીનદાસ નિમાવત તથા યોગીરાજસિહ જાડેજા તથા હરેશભાઇ પાગલ તથા મનિષભાઇ બારૈયા તથા જયેશભાઇ ચાવડા તથા પો.કોન્સ. ફતેસંગ પરમાર તથા દિવ્યરાજસિફ ડેજા તથા રવિરાજસિંહ ઝાલા તથા પંકજભા ગુઢડા નાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.