મોરબી: હાલના સંજોગોમાં ઘરમાં બાળકને તાવ, ઉઘરસ, શરદી, ઉલટી, થાક, માથું દુખવું જેવા લક્ષણ શરુ થાય તો શું કરવું તે અંગે મોરબીની સ્પર્શ હોસ્પીટલ જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. મનીષ સનારીયાએ મહત્વના સૂચનો કર્યા છે. જે નીચે મુજબ છે.
• કોરોના સંક્રમણની શરૂઆત છે. તેમ માનીને ઘરના વડીલોથી દુર કરો. માસ્ક પહેરી શકે તેમ હોય તો જરૂર પહેરાવો અને ઘરના બધા લોકો પણ પહેરો, ઘરમાં જ આઈસોલેશન કરી દો.
• કોઈપણ રીપોર્ટ જલ્દી કે જાતે કરાવી લેવાની ભાગદોડ ના કરો કારણ કે અત્યારે લેબોરેટરીમાં ખુબ ભારણ અને લાઈન લાગેલી છે.
• તમારા ડોક્ટરને બતાવો પણ દવાખાને લઇ જવાનું કામ વડીલોને ના સોંપો, બાળક દ્વારા તેમને સંક્રમિત થવાથી બચાવો.
• ડોક્ટરના માર્ગદર્શન મુજબ જરૂર હોય ત્યારે અને તેટલા જ રીપોર્ટ કરાવો યાદ રાખો, મોટાઓ જેવા HRCT કે D-DIMER, Ferritin ના રીપોર્ટની બાળકોમાં જરૂરત નહીવત છે.
• જે બાળક ફ્લુના લક્ષણ ધરાવે છે. અને શરૂઆતમાં નેગેટીવ આવે છે. તે બે ચાર દિવસમાં વાયરસનો લોડ વધતા પોઝીટીવ આવી સકે એટલે આવું દરેક બાળક પોઝીટીવ જ છે. તેમ માનીને ચાલવું
• બાળકમાં લક્ષણો જલ્દી જતાં રહે છે. અને ત્રણ ચાર દિવસમાં સારું પણ થઇ જાય છતાં તે દસ બાર દિવસ સુધી બીજાને ચેપ ફેલાવતું રહે છે. તેનું પણ કોરોન્ટાઇન અને આઈસોલેશન જરૂરી છે
• પાંચ સાત વર્ષથી નાના બાળક માટે માં અને બાળક નિકટતાને કારણે એક જ વિભાગ ગણાય એટલે માં કે બાળક બેમાંથી એક પોઝીટીવ આવે તો બંને જ પોઝીટીવ છે તેમ માનવું.
• ધાવણું બાળક હોય તો પણ તેને માં સાથે જ રાખવું, ધાવણ ચાલુ રાખવું અને માં એ બધી સાવચેતી રાખી બાળક સાથે અઈસોલેટ રહેવું.
• ઘરમાં એકનો પોઝીટીવ આવે તો તે ઘરના નેગેટીવ લોકોએ બીજા પરિવારમાં જતા રહેવાની (અને આમ કરી ફેલાવો વધારવાની) બદલે તે જ ઘરમાં અઈસોલેશનમાં રહેવું શક્યતા પૂરી જ છે કે તેઓમાં પણ થોડા દિવસ પછી લક્ષણ દેખાશે
• યાદ રાખો આપણે સારવાર રીપોર્ટની નહિ પણ દર્દીની કરવાની છે. ડોક્ટર ફોન પર રીપોર્ટ જોઈ શકે પણ દર્દીને તપાસી ના શકે.
• હાલના સંજોગોમાં લગભગ બધા જ તબીબો ફોન પર પોતાના દર્દીઓને માર્ગદર્શન આપી સમાજસેવા કરી રહ્યા છે આ સેવાનો ડોકટરે નિર્ધારિત કરેલ સમય અને નંબર પર જ લાભ લો.