મોરબી:સરકારના બાગાયત ખાતા દ્વારા બહેનો માટે બાગાયત પાકોના મુલ્યવર્ધન અંગેની વિવિધ ફળો જેવા કે જામ,જેલી, અથાણા તેમજ શરબત અને ઘર આંગણાની ખાલી જગ્યામાં ફળ શાકભાજીનાં ઉછેરની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ઓછામાં ઓછા ૨૦ બહેનો અને વધુમાં વધુ ૫૦ બહેનોમાં બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં જોડાનાર બહેનોને પ્રતિ દિન રૂ. ૨૫૦ સ્ટાઇપેન્ડ તરીકે સરકારના બાગાયત ખાતા દ્વારા આપવામાં આવશે. તાલીમ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા. ૩૧-૦૧-૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે. આ અરજીની પ્રિંટ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબરઃ-૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે.