બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓના મુદ્દે હસ્તક્ષેપ કરીને, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવીને, કડક પગલાં ભરીને બાંગ્લાદેશના હિંદુઓને તાત્કાલિક સુરક્ષા આપવા બાબતે આપ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું…
હિંદુઓએ હંમેશા “વસુદીવ કુટુમ્બકમ * નો સંદેશો આપીને સમગ્ર પૃથ્વીને જ પોતાનો પરિવાર ગણ્યો છે પણ બાંગ્લાદેશમાં આવા શાંતિપ્રિય હિંદુઓ ઉપર છેલ્લા ઘણા સમયથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. સામાન્ય હિંદુ પરિવારોની સાથે સાથે પવિત્ર મંદિરો અને સાધુ-સંતો ઉપર પણ હુમલાઓ થઈ રહ્યા છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા આવા અમાનુષી અત્યાચારીને કારણે સમગ્ર વિશ્વના હિંદુઓ તો ચિંતિત છે જ પણ સાથે સાથે સમગ્ર વિશ્વના તમામ શાંતિપ્રિય લોકો પણ દુઃખી અને ચિંતિત છે. આવી કપરી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા આપણા આ હિંદુ પરિવારોને હિંદુ બહુમતી ધરાવતા આપણા દેશ પાસેથી ખુબ જ આશાઓ છે.
આજે સમગ્ર ભારત આ મુદ્દે ચિંતિત છે. આક્રોશિત છે અને પોતાના હિંદુ ભાઈ-બહેનોની, સાધુ-સંતોની અને મંદિરોની સુરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. સરકારને વિનંતી કરી રહ્યા છે અને સડકો ઉપર આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વના હિંદુઓ વતી અમારી માંગણી છે કે આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવવામાં આવે અને કડકમાં કડક પગલાં લઈને બાંગ્લાદેશના હિંદુ પરિવારો, સાધુ-સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી…