માળીયા તાલુકાના બગસરા ગામ નજીક દરિયાઈ પાણીનું વહેણ અટકાવી ચેરના વૃક્ષોને પાણી ન પહોંચે તેવુ કૃત્ય કરતા મોરબી પ્રદુષણ નિયંત્રણ કચેરીના મુખ્ય અધિકારી એ ત્રણ શખ્સો વિરુદ્ધ માળીયા મી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળિયાના બગસરા ગામ નજીક આવેલ રીયલ રીફાઇન શોલ્ટ એન્ડ એલઇડ ઇન્ડ્રસ્ટીઝ પ્રા.લી. તથા સીસાઇડ સોલ્ટ પ્રા.લી. નીલ સર્વેની જમીનમા અજાણ્યા ત્રણ શખ્સોએ દરીયાના પાણીના વહેણની આડે પાળા બાધી ચેરીયા વૃક્ષોને પાણી ન પહોંચવાનું કૃત્ય કરતા મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના મુખ્ય અધિકારી ક્રૃષ્ણકુમાર ભારથાજી વાઘેલા, (ઉ.વ.-૫૭)એ અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. જે ને પગલે માળીયા મી. પોલીસે આઈપીસી કલમ-૨૮૩, ૪૪૭, ૧૧૪ તથા ઇ.પી.એક્ટ કલમ ૧૯૮૬ ની કલમ ૧૫ મુજબ ફરીયાદ નોંધી અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.