Thursday, April 24, 2025

બગસરા ગામેથી પવનચક્કી માંથી તાંબાનો વાયર ચોરી કરનાર ચાર ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામે આવેલ પવનચક્કી માંથી તાંબાનો વાયર ચોરી કરનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

માળીયા મીંયાણા તાલુકાના બગસરા ગામે પવનચક્કીમાથી ચોરી કરેલ કેબલ વાયરનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી સતત પ્રયત્નશીલ હોય તે દરમ્યાન માળીયા મીંયાણાના ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગ કરતા દરમ્યાન બે ડબલ સવારી મોટર સાયકલમાં ચાર ઇસમો પ્લાસ્ટિકના ત્રણ બાયકાઓ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા જે બાયકાઓમાં જોતા કોપર વાયરના ઘૂંચળા જોવામાં આવતા શંકા જતા ઇસમોની સઘન પુછપરછ કરતા કેબલ વાયર ચોરીના ગુન્હાની કબુલાત આપતા ચારેય ઇસમો લાલજીભાઇ બાબુભાઈ મેજરા, સંજયભાઈ વશરામભાઇ મેજરા કિશનભાઇ નાગજીભાઈ મેજરા, પંકજભાઈ ચકુભાઈ મેજરા રહે. બધા લલીયાણા તા. ભચાઉ જી. કચ્છ- ભુજવાળાની અટક કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કોપર વાયર આશરે ૩૨૦ કિ.ગ્રા કિ.રૂ.૧,૬૦,૦૦૦/- તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ નંગ-૦૨ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ. પી.વી.ચાવડા નાઓ ચલાવી રહેલ છે.

Related Articles

Total Website visit

1,502,284

TRENDING NOW