મોરબી તાલુકાના બગથળા ગામે કારખાનામાં કામ કરતી વેળાએ પડી જતાં યુવાનને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામ પાસે આવેલ શિવસન પોલીપેક નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા અશરફઅલી હનીફઅલી અંસારી (ઉ.વ.૩૫) કારખાનામાં કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન ગત તા. ૧૬ ના રોજ કારખાનામાં પડી જતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડાયો હતો. જોકે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.