બગથળા ગામેથી ટ્રેકટરના ટ્રોલી અજાણ્યા ઈસમ ઉઠાવી ગયા.
મોરબી તાલુકાના બગથળા ગામેથી ટ્રેકટરની ટ્રોલી અજાણ્યા ઈસમ ઉઠાવી ગયા હોઈ જે બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસ દ્વારા ટ્રોલી ચોરને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા જયંતિભાઈ બાલુભાઇ બોપલીયા (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યો લાલ કલરના ટ્રેક્ટરનો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૨-૨૦૨૩ ના રોજ રાત્રીના સવા એક વાગ્યાના અરસામાં અજાણ્યા લાલ કલરના ટ્રેકટર ચાલકે ફરીયાદના માલીકીની ટ્રોલી નં-GJ-03-T-6635 મેન્યુફેકચરર્સ તારીખ- જાન્યુ-૧૯૮૯ની બે વ્હીલ વાળી જેનો કલર વાદળી બ્લુ તેમજ ટ્રોલીની આજુ-બાજુ તથા પાછળના ભાગે પીડાસ પડતા કલરમાં યશ ટ્રૈઇલર લખેલ હોય જેની કિ.રૂ.૩૦,૦૦૦/- વાળી ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર જયંતિભાઈએ આરોપી અજાણ્યા લાલ કલરના ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.