હળવદ: આગામી બકરીઈદના તહેવારના અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સહીતના અબોલ પશુઓની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી અને ગેરકાયદેસર રીતે થતી ગૌવંશ અને અબોલજીવોની નિર્મમ હત્યાઓ આ વર્ષે ન થાય તે માટે ઘટતી કાર્યવાહી કરવા મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેએ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, આપણું આ ગુજરાત એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નું અહિંસક ગુજરાત તરીકે ની છાપ વિશ્વ આખા માં છે અને હિંદુ સનાતન સંસ્કૃતિ મુજબ ગાય ને ગૌમાતા તરીકે નું બિરુદ મળેલું છે અને હિંદુ ધર્મ સહીત ભારત ના દેશવાસીઓ ગૌમાતા સાથે લાગણી થી જોડાયેલો છે ભૂતકાળના સમયમાં બકરી ઈદના તહેવારમાં રાજ્યમાં અનેક જગ્યાએ ગૌમાતા અને ગૌવંશ સહીત અબોલ જીવોની ગેરકાયદેસર રીતે હત્યા થતી હોઈ તેવા અનેક કિસ્સાઓ આપડા ધ્યાનમાં આવેલા છે. ત્યારે ગુજરાત રાજ્યની વર્તમાન સંવેદનશીલ સરકારે ગુજરાત રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવેલ છે. અને ગૌહત્યા વિરુદ્ધ કડક કાયદો પણ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે આવનાર બકરી ઈદના નજીકના સમયમાં ગૌવંશો અને અબોલજીવોની નિર્દયતા પૂર્વક અને ગેરકાયદેસર રીતે થતી હેરફેર સદંતર રીતે બંધ થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા એકસન પ્લાન બનાવવામાં આવે અને ગુજરાતના દરેક જીલ્લાઓ અને તાલુકાઓમાં ઉપરોક્ત જણાવેલ ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થાય તે માટે આગોતરું આયોજન કરવા આપ સાહેબને નમ્ર પ્રાર્થના છે ત્યારે ગુજરાત પોલીસ જ આ પ્રકાર ની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે કટિબદ્ધ હશે તો કોઈપણ સમાજના લોકોએ આ વિષયના અનુસંધાને રસ્તા પર નહી ઉતરવું પડે અને ગુજરાત રાજ્યમાં શાંતિનો માહોલ અકબંધ રહેશે.