અમદાવાદ: ગાંધીનગરના સરઘાસણના અપૂર્વ શાહની ફ્લોરાને બ્રેઇન ટ્યુમરની બિમારી થતાં ઓપરેશન કરાવ્યું હતું. નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર ફ્લોરાને કલેક્ટર બનવાની ઈચ્છા હતી. પરંતુ કેન્સર સામે લડી રહેલી ફ્લોરાની આ ઇચ્છા પૂરી કરવીએ મોટો પડકાર હતો. માતા-પિતાએ NGOનો સંર્પક કર્યો અને જેમના મારફતે આ વાત અમદાવાદના જિલ્લા કલેકટર સંદિપ સાગલે સુધી પહોંચી હતી. અને ફ્લોરાની એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ ફ્લોરાની ઇચ્છા પૂર્ણ કરીને એક દિવસ માટે જિલ્લા કલેક્ટરની ખૂરશી પર બેસાડી હતી. ફ્લોરાએ ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતા. “મારે કલેક્ટર બનવું છે” અંતિમ ઇચ્છા ફ્લોરાની પૂર્ણ થય પરંતુ કેન્સર સામેની લડાઈ હારી ગય છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલ માહિતી આપતા ટ્વિટ કરી લખ્યું છે કે, બહાદુર દીકરી ફ્લોરા આસોડીયાના નિધનથી વ્યથિત છું. એક અસાધારણ પ્રતિભાશાળી બાળક અને વિશ્વાસ સાહસ અને શક્તિથી ભરેલ આત્માને કોટી કોટી નમન. પરિવાર પ્રત્યે સંવેદના. આપણી સારી યાદો કાયમ માટે યાદગાર રહેશે.
