ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને હાલ મોરબી તાલુકાના જુના સોખડા ગામે રહેતા 50 વર્ષીય મહિલા આ કામના આરોપીના ઘરના ફળિયામાંથી નીકળતા આરોપીને સારું નહીં લાગતા ફરિયાદી મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી મુંઢ માર માર્યો હોય ત્યારે ફરિયાદી મહિલાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની વતની અને હાલ મોરબી તાલુકાના સોખડા જુના ગામે રહેતા રેવીબેન ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૫૦) એ આરોપી હિતેષભાઇ કોળી રહે. સોખડા જુના ગામ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘરની પાછળ ઉંદરના દર બુરવા માટે આરોપીના ફળીયામાંથી નીકળી પાછળ જતા આરોપીને સારૂં નહી લાગતા ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી મુંઢ ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.