પ્રેસ મીડિયાના નામે ખોટા આઇ કાર્ડ બનાવવા બાબતે પોલીસે ત્રણ પત્રકારો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે આ કામના આરોપી જયદેવભાઈ બુદ્ધભટ્ટી(દિવ્ય ક્રાંતિ ન્યુઝ એજન્સીના પત્રકાર), મયુરભાઈ બુદ્ધભટ્ટી(દિવ્ય ક્રાંતિ ન્યુઝ એજન્સીના પત્રકાર), તથા રાજેશભાઈ બુદ્ધભટ્ટી(દિવ્ય ક્રાંતિ ન્યુઝ એજન્સીના પત્રકાર, પ્રેસ ઓફ ઇન્ડિયાના પત્રકાર), અગાઉ ફરિયાદીને પોતાના પ્રેસનું આઈકાર્ડ કાઢી આપેલ તેના બદલામાં પૈસા મેળવી લીધેલ હોય તેમ જ પૈસા આપી આઈકાર્ડ રીન્યુ કરવા માટે અવારનવાર જણાવતા હોય પરંતુ ફરિયાદીએ આઇકાર્ડ રીન્યુ કરાવેલ ના હોય અને ફરિયાદી પોતે પેટ્રોલ પંપ ચલાવે છે અને આ કામના આરોપીઓ ફરિયાદીના પેટ્રોલ પંપ પર જઈને ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધેલ હોય અને પેટ્રોલ પંપ ઉપર ફરિયાદી સાથે બોલાચાલી કરેલ તેમજ પોતે પ્રેસમાં હોવાનું જણાવી આ બાબતે આગળ કાર્યવાહી નહીં કરવા અને સમાધાન કરી લેવા માટે ફરિયાદી ના પિતા પાસેથી ₹50,000 ની માંગણી કરેલ હોય તેવું પણ ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારે પોતાના અંગત ફાયદા માટે પ્રેસનો આઈકાર્ડ અલગ અલગ જગ્યાએ ચાલશે જેવા કે ટોલટેક્સ ઉપર અથવા કોઈ એવી જગ્યા જ્યાં કોઈની પણ જવાની મનાઈ હોય તેવી જગ્યાએ કાર્ડ બતાવી દેવાનું તેવું કહી અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ પોતાના પ્રેસના આઈકાર્ડ કાઢી આપી લોકો પાસેથી પૈસા મેળવી લીધેલ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું તેવું પણ પોલીસ તરફથી જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે વધુમાં જણાવ્યું છે કે આવા પત્રકારોનો કોઈ ભોગ બનેલ હોય કે કોઈએ આવા પૈસા આપીને પ્રેસનું આઈકાર્ડ લીધેલ હોય કે રીન્યુ કરાવેલ હોય તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.