પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળા દ્વારા ટોબેકો ફી યૂથ કેમપેઈન અંતગઁત રેલી કાઢવામા આવી.
આજરોજ તારીખ-૦૫/૧૦/૨૦૨૪ ના રોજ મોરબી તાલુકાના ખાખરાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના મેડીકલ ઓફીસર ડો.સંજય એચ.જીવાણી સાહેબના માગઁદશઁન માં સુપરવાઈઝર કમલેશભાઈ કાલરીયા ના સહયોગ તેમજ આશા બહેનો દ્વારા ટોબેકો ફી યુથ કેમપેઈન અંતગઁત રેલી કાઢવામા આવી હતી તેમજ ટોબેકો ફી ગામ થાય તે માટે લોકોને સમજાવવામા આવેલ હતા સાથે સાથે ટોબેકો ના વેચાણ ઉપર રોક લગાવી અને ગામને ટોબેકો ફી યુથ કેમપેઈન માં તમામ લોકો ને જોડાવવાની સલાહ આપવામા આવી હતી
ટોબેકો થી થતા નુકસાન તેમજ તેમનાથી થતા રોગોના બેનરો બતાવીને માહિતગાર કરવામા આવ્યા હતા.