મોરબી: સ્વસહાય (SHG)ની બહેનો માટે યોજાયેલ ખાસ સંવાદ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બહેનોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહી સહભાગી બની હતી. ઉપરાંત મોરબી જિલ્લાના ૩૦૮ ગામો તેમજ તાલુકા તથા જિલ્લા કક્ષાના તમામ કાર્યક્રમમાં ૩૦,૦૦૦ થી વધુ સખી મંડળના બહેનો દ્વારા આ કાર્યક્રમ લાઈવ નિહાળવામાં આવ્યો..
મહિલાઓ યુવાનો સાથે ખભેખભા મેળવીને કામ કરી રહી છે તથા અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈને આત્મનિર્ભરતા તરફ મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે ત્યારે દેશના વિકાસ માટે હંમેશા તત્પર રહેનાર પ્રધાનમંત્રીશ્રી સખીમંડળની મહિલાઓને સુચારૂ માર્ગદર્શન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂરુ પાડયુ હતું.